ગુજરાતમાં દારૂબંધીનો ક્યાંય અમલ થતો નથી અને રોજના કરોડો રૂપિયાનો ધંધો થઈ રહ્યો છે,મોટા મોટા હપ્તા ચાલતા હોવાના ખુલાસા થઈ રહયા છે ત્યારે વડોદરામાં પણ મોટી માત્રામાં દારૂ પીવાય છે તેની પ્રતીતિ કરાવતા કિસ્સામાં કારેલીબાગ વિસ્તારમાં આનદ નગર થી મીરાં ચાર રસ્તા જવા ના માર્ગ પર આવેલ બળવંત રાય આયુર્વેદિક નિસર્ગ ઉપચાર કેન્દ્ર પાસે કોઈ વિદેશી દારૂની બોટલો નાખીને જતું રહ્યું છે જો દારૂ ન પીવાતો હોયતો બોટલ વડોદરા માં ક્યાં થી આવી અને કોણ મૂકી ગયું એ પ્રશ્ન છે.
ગુજરાત માં દારૂબંધી હોવા છત્તા દારૂ આટલો બધો ક્યાં થી મળે છે પોલીસ તંત્ર દ્વારા બેદરકારી ના કારણે દારૂ ગૂજરાત માં મળે છે. કે પછી પોલીસ તંત્ર ના વહીવટ દાર ને મળતા હપ્તા ના લીધે દારૂ નો વેપાર કરતા બુટલેગર ને કોઈ પણ બીક રહેલ નથી તે દારૂ નો વેપાર બેફિકર થઈ ને કરે છે. પોલીસ દ્વારા લેવા મા આવતા કથિત હપ્તા અંગે ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે અને અહીંથી પસાર થતા લોકોમાં કોમેન્ટ થઈ રહી છે.