રાજ્યની મોટાભાગની બેઠકો ઉપર ભાજપે પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. પરંતુ ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર અંતીમ યાદીમાં ભાજપે અજમલજી ઠાકોરને રીપીટ કરવાનું નક્કી કરી લીધું હોવા છતાં ઉમેદવારના નામની જાહેરાત પેન્ડીંગ રાખતાં ભાજપ કાર્યક્રરોની સાથે મતદારોમાં ભાજપના ઉમેદવારનું નામ જાણવાને લઇને ભારે ઉત્સુકતા પ્રસરી રહી છે.
ર૦-ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે મુકેશભાઇ દેસાઇને મેદાને ઉતાર્યા છે. આમ આદમીની પાર્ટી તરફથી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરનું નામ સંભળાઇ રહ્યું છે. ત્યારે ભાજપમાં પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ, હમણાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જયરાજસિંહ પરમાર, વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોર, સાંસદ ભરતસિંહના ભાઇ રામસિંહભાઇ ઠાકોર, સરદારભાઇ ચૌધરી, ભીખાલાલ ચાચરીયા, હેમંતભાઇ શુકલ, યશવંતસિંહ રાઠોડ વગેરે અજમલજીને સાંસદ ડાભીનું ગ્રહણ નડ્યું ખેરાલુ બેઠક પર સાંસદ ડાભીના ભાઇ રામસિંહ ઠાકોરે ટીકીટ માંગી છે.
પરંતુ ભાજપે પરિવારવાદ અને ભાઇ-ભત્રીજાઓને ટીકીટ નહીં મળે તેવી વાત સ્પષ્ટ કરી દેતાં રામસિંહ ઠાકોર અપક્ષ ચૂંટણી લડવાના મૂડમાં આવી ગયા છે. કદાચ એટલા માટે જ ભાજપે અજમલજીના નામની ઘોષણા પેન્ડીંગ રાખી છે. હવે ભાજપ જેને પણ ઉમેદવાર મુકે તે ચૂંટણી લડશે, પરંતુ અજમલજી ઠાકોરને સાંસદ ડાભીનું ગ્રહણ નડ્યું છે એ વાત નકારી શકાય તેમ નથી.