ડિસા માં દિવાળી જેવો માહોલ
ડિસા ના પ્રવિણ માળી ને ટિકીટ આપતા સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત
ડિસા સાઈબાબા મંદીર ખાતે પ્રવીણ માળી નું સ્વાગત કરવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા વિધાનસભાની સીટ ઉપર યુવા ચહેરો પ્રવીણભાઈ માળીની પસંદગી કરાતાં શહેરમાં ખુશીનો માહોલ છવાયો..
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ડીસા વિધાનસભાની સીટ ઉપર આજે આતુરતાનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીને વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ડીસા વિધાનસભા વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે થોડા દિવસ અગાઉ દિવાળીનો તહેવાર ગયો અને આજે યુવા ચહેરો પ્રવીણભાઈ માળીને વિધાનસભાની સીટ ઉપર ઉમેદવારી પસંદગી થતા શહેરમાં આજે દિવાળી જેવો માહોલ છવાયો હતો જ્યારે ડીસાના બગીચા સર્કલ પાસે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ પોતે સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીને વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરાતા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી આતશબાજી કરી ફટાકડા ફોડી મીઠું કરી ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણયને આવકાર્યો હતો સાથે સાથે આજે ડીસા વિધાનસભા ઉમેદવાર પ્રવીણભાઈ માળી દ્વારા જણાવાયું જનતાના આશીર્વાદ મલશે તો ડીસા વિધાનસભા વિસ્તારમાં વિકાસનાં કામોને લઈને સદાય તત્પર રહેશે તેવી ખાત્રી આપી હતી જ્યારે બપોર બાદ વિધાનસભા ઉમેદવાર પ્રવીણભાઈ માળી ડીસા પહોંચતા બગીચા સર્કલ પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નંગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ અને શહેરના શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
અહેવાલ દિપક પઢિયાર બનાસકાંઠા