ગાંધીધામ વિધાનસભામાં માલતીબેન મહેશ્વરીને રીપીટ ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે ૪ જ દિવસની વાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે, માલતીબેન મહેશ્વરી ગાંધીધામથી ફરી ચૂંટણી લડશે. માલતીબેનની ટીકીટ ફાઈનલ થતાં તેમને સોશીયલ મીડીયા મારફતે ભાજપના નેતાઓ અને મોવડી મંડળનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી પર ભરોસો મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય તરીકે તક આપી સેવા કરવાનો અવસર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા, ગૃહમંત્રી અમિત શાહ, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય અને પ્રદેશ મોવડીમંડળનો આભાર માન્યો હતો
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*.