વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ને અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા હથિયારબંધી સહિત કેટલાક નિયંત્રણો ફરમાવ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જાહેરનામાં અનુસાર સુરત જિલ્લામાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર કે શસ્ત્રો, તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ તેમજ મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા નહિ, જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહિ અથવા તેનો ફેલાવો કરવો નહિ, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવી નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવા ઉપર પ્રતિબંધ કરાયો છે.

અહી સરકારી અધિકારી અથવા ચુંટણી કામગીરીમાં કામે આવું કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની જેમની ફરજ હોય, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ પોલીસ અધિકારી દ્વારા જેની શારિરીક, અશકતતાને કારણે શરીરને ટેકો આપવા લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. આ જાહેરનામું તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.