ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની પાર્ટી છોડવાની મોસમ પણ ચાલી રહી છે. ગઈકાલે ભાજપના પૂર્વ શહેર ઉપ પ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્માએ પાર્ટી છોડી દીધી હતી. ભાજપનો સાથ છોડનાર શર્માએ હવે આમ આદમી પાર્ટીનો હાથ પકડી લીધો છે. પીવીએસ શર્મા આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે,