આઝાદી કા "અમૃત મહોત્સવ" અંતર્ગત અને "હર ઘર તિરંગા" કાર્યક્રમ હેઠળ "આઝાદીના 75 વર્ષે ભારત" વિષય પર પરિસંવાદ યોજાયો...

સિદ્ધપુર સ્થિત નામાંકીત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની સંલગ્ન હંસાબા કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ના ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખામાં આઝાદી કા "અમૃત મહોત્સવ" અંતર્ગત અને "હર ઘર તિરંગા" કાર્યક્રમ હેઠળ "આઝાદીના 75 વર્ષે ભારત" વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં 70 થી વધુ ડિગ્રી તથા ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ડૉ. ભાર્ગવ મજમુદાર ડીન, એન્જિનિયિંગ વિભાગ, ડૉ. રેખાબેન પટેલ ડીન, લો વિભાગ, ડૉ. રેણુકાબેન સોલંકી ડીન, આર્ટસ વિભાગ, પ્રો. કૌશલ બારોટ હેડ, ઇલેક્ટ્રિકલ વિભાગ, અન્ય શાખાના વડા શ્રી, સ્ટાફ ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સુચારુ આયોજન પ્રો. સમીર દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.