સકારાત્મક દ્રષ્ટિ કોણ અને આપસી સમજૂતી દ્વારા વિકાસ કાર્યોમાં ગતિ લાવી શકાય છે જેને માટે અધ્યાત્મ જીવન શૈલી સંકલ્પની શક્તિ અને કર્તવ્ય નિષ્ઠાને જીવન મંત્ર બનાવવો પડશે.ઉપરોક્ત શબ્દ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા બ્રહ્માકુમારી શિવાની બહેને લખનો ખાતે ઉચ્ચારેલ.

       સચિવાલયના લોક ભવન ઓડિટોરિયમ ખાતે કાર્યક્ષમતા વૃદ્ધિ વ્યાખ્યાન માળામાં પોતાનું પ્રવચન આપતા શિવાની બેને આગળ જણાવેલ કે સકારાત્મકતા માટે આપણે પોતાની દિન ચર્ચામાં અધ્યાત્મિકતા અને મેડીટેશનને સ્થાન આપવું પડશે તથા સવારે પોતાના શ્રેષ્ઠ વિચારો શક્તિશાળી સંકલ્પથી પોતાના પુરાને સક્ષમ બનાવવા રાજ યોગા મેડીટેશન અને સેવા ભાવ સાથે સદાચાર સહયોગ અને લોક માનસ ને સમજી સંગઠિત વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવી પડશે.

       બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ સમારંભમાં ઉત્તર પ્રદેશને તમામ એસ એ એસ તથા સેક્રેટરી ઓ એ વિધાનસભાના સ્ટાફ સાથે વિશાળ સંખ્યામાં ભાગ લીધેલ તથા ચીફ સેક્રેટરી લખનૌ દુર્ગાશંકર મિશ્રએ શિવાની બેનને મોમેન્ટો આપી સન્માનિત કરેલ.