શ્રી હિમકરસિંહ,પોલીસ અધિક્ષક,અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓ પ્રત્યે ઘાતીયપણુ અટકાવવા અને આવી પ્રવુતી કરતા નિર્દય ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ.જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી,નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ,ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત સાવરકુંડલા તરફથી અમરેલી,સાવરકુંડલા ચોકડીથી લાઠી ચોકડી તરફ એક ટ્રકમાં ભેંસો ભરીને કતલખાને લઇને જાય છે, તેવી વર્ધી મળતા.વર્ધી આધારે તાત્કાલીક કાર્યવાહી કરતા એક બંધ બોડી વાળા ટ્રકમાં પાછળના ભાગે ભેંસ જીવ નંગ-૦૮ (આઠ) કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર,કતલ કરવાના ઇરાદે,ખીચો-ખીચ રીતે બાંધી (ગોંધી) રાખી,કુરતાપુર્વક ટ્રકમા ભરી,હેરફેર કરવા કે વેચાણ કરવા બાબતના કોઇપણ પ્રકારના આધાર કે પાસ પરમિટ વગર લઇ જતા મળી આવતા ટ્રક જેના રજી નંબર GJ-14-Z-1579,ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/ - તેમજ ટ્રકમા ભરેલ ભેંસ જીવ નંગ ૦૮ (આઠ)ની કિ.રૂ.૩,૨૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૮,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન પશુઓ પ્રત્યેનો ધાતીયપણુ અટકાવાનો અધિનિયમ મુજબનો ગુનો રજી કરી, આરોપીને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે 

ગુનામાં પકડાયેલ આરોપીની વિગત :(૧) નસીમુદ્દિન આદમભાઇ ખોરાણી ઉ.વ .૨૭ , ધંધો.ડ્રાઇવીંગ , રહે.અમરેલી , બહારપરા,જૈન ટોકીઝ પાસે,મોટા ખાટકીવાડ,તા.જિ.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલ ટ્રક - આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ,અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી પ્રાણી પ્રત્યે ધાતકીપણું કરતા ઇસમને ભેસ જીવ નંગ ૦૮ તથા એક ટ્રક જેની કુલ કિ.રૂ .૮,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડવામા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.પી.વી.સાંખટ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી .