કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે આવ્યા સુરતની મુલાકાતે, ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક મળી કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે આજરોજ સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓની અધ્યક્ષતામાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક મળી હતી. સાથે જ આ અભિયાનને વધુ તેજ બનવવા માટે લોકોના અભિપ્રાય પત્રોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મોકલવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવનાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની સમસ્યા અને લોકો કયા પ્રકારે પોતાની મુશ્કેલી મૂકી શકે તેના ભાગરૂપે અગ્રેસર ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરના ગ્લોબલ કાપડ માર્કેટ ખાતે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન કાપડ માર્કેટના કારીગરો, ફેરિયાઓ, શ્રમિકો અને વ્યાપારીઓ સાથે કેન્દ્રિય મંત્રીએ મુલાકાત કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીએ શ્રમિકોના અભિપ્રાય મેળવ્યા હતા. ત્યારબાદ કારીગરો અને શ્રમિકોના અભિપ્રાય પત્રોને કમલમ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી અભિપ્રાય દ્વારા લોકોની સમસ્યાનું ભાજપ સરકાર દ્વારા નિવારણ લાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ આમ આદમી પાર્ટી પણ શાબ્દિક પ્રહારો કરી AAPને કાલ્પનિક વાતો કરનાર જુઠ્ઠી પાર્ટી ગણાવી હતી. વધુમાં તેઓએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ બોલવામાં જુબાન બહાદુર નેતા છે. તો બીજી તરફ, દેશમાં સારી અને યોગ્ય કામગીરી કરવા બદલ PM મોદીને કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ અભિનંદન પાઠવ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं