ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ તેમજ આપમાં ઉમેદવારોની જાહેરાતને લઈ ને વિરોધ તેમજ વિવાદો જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયનાં ઉદ્ધાટન વખતે મોટો બખેડો થયો હતો અને દક્ષિણ ગુજારતનાં કોંગ્રેસના પ્રભારીને ઘેરી લેતા મામલો ગરમાયો હતો.
વિધાન સભાની ચૂંટણી જાહેર થતાંજ આપ તેમજ કૉંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લાની ચાર બેઠકોમાં બારડોલી બેઠક પર કોંગી કાર્યકરોએ ઉમેદવારોનો વિરોધ નોંધાવ્યો છે. 170 મહુવા વિધાન સભાના મધ્યસ્થ કાર્યાલયના ઉધઘાટન પ્રસંગે કોંગ્રેસના ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિના મંત્રી બી. એમ. સંદીપ પર કોંગ્રેસી આગેવાનોએ હુમલો કરવાની કોશિશ કરતા બી. એમ. સંદીપે સભા છોડી પાછલા બારણેથી ભાગવું પડ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષનો આંતરિક જૂથવાદ મહુવા બેઠક પર પણ સામે આવ્યો છે.
ઘટના અંગે સ્થાનિક કોંગ્રેસી આગેવાન પાસે મળતી માહિતી મુજબ ટીકીટ વહેંચણી બાબતે 10 એક દિવસ અગાઉ મહુવા કોંગ્રેસનું ડેલીગેશન બી. એમ. સંદીપ જે હાલ દક્ષિણ ગુજરાતની 40 બેઠકો પર પ્રભારીની જવાબદારી નીભાવી રહ્યા છે એમને મળી રજુઆત કરવા ગયા હતા. ત્યારે બી. એમ સંદીપે કોંગ્રેસી આગેવાનોને અપમાનિત કરી ગેટ આઉટ કહ્યું હતું. સાથેજ તાલુકા સંગઠન પ્રમુખને એક્સ પ્રમુખ બનાવી દઈશ એવી ધમકી ઉચ્ચારી હતી. જે વાતની દાઝ રાખી આજે કાર્યાલયના ઉધઘાટન સમયે આવેલા બી. એમ. સંદીપને સ્થાનિક નેતાઓને અપમાનિત કરી અહીં કેમ આવ્યા છે. એવું જણાવી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી તેમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. જોકે પરિસ્થિતિ પામી ગયેલા નેતાજીએ પાછલા બારણે થઈ સભા પૂર્ણ કરવા પહેલા જ ભાગવું પડ્યું હતું ત્યારે કોંગ્રેસની બારડોલી બાદ મહુવા બેઠક પર પણ કાર્યકરોનો જૂથવાદ સામે આવ્યો છે.
પાર્ટી સંગઠન બાબતે મહુવા તાલુકાના કાર્યકરો ત્રણ વખત પ્રભારી બી. એમ. સંદિપને રજુઆત કરવા માટે ગયા હતા. ત્યારે તેઓએ રજુઆત સાંભળી ન હતી અને તેઓએ મહુવા તાલુકાના સંગઠન પ્રમુખ તેમજ અમારી સાથે ઉદ્ધત વર્તન કરી અમોને ત્રણેય વખત ગેટ આઉટ કહીને બહાર કાઢી મુક્યા હતા. જેથી કાર્યકરો તેમનાથી નારાજ હતા. અને આજરોજ મહુવા ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવતા અમોએ તેમનો વિરોધ કર્યો હતો.