પાલનપુર ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી ર્ડા.અંશજ સિંઘના અધ્યક્ષસ્થાને ૧૨-પાલનપુર વિધાનસભાના હરીફ ઉમેદવારો સાથે આદર્શ આચારસંહિતા બાબતે બેઠક યોજાઇ..
એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કરાલે રાહુલ એકનાથે ૧૨ - પાલનપુર વિધાનસભાના ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે સુચનાઓ આપી..
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અંતર્ગત આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી ર્ડા.અંશજ સિંઘના અધ્યક્ષસ્થાને ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારો સાથે આદર્શ આચારસંહિતા બાબતે બેઠક યોજવામાં આવી હતી..
જેમાં તમામ હરીફ ઉમેદવારોને વિગતવાર આદર્શ આચાર સંહિતા સંબંધે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
જ્યારે એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કરાલે રાહુલ એકનાથના અધ્યક્ષસ્થાને ૧૨- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ ઉમેદવારો સાથે ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત વિગતવાર તમામ સુચનાઓ આપવામાં આવી હતી..
આ બેઠકમાં ચૂંટણી અધિકારી ૧૨-પાલનપુર વિધાન સભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, મદદનીશ ચૂંટણી અધિકારી ૧૨- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી પાલનપુર (તાલુકા અને શહેર), ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા પાલનપુર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પાલનપુર, મદદનીશ ખર્ચ નિરીક્ષક અને એકાઉટીંગ ટીમના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..