ખંભાતમાં વિધાનસભાના ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ મેદાનમાં આવી ચુક્યા છે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી નથી.જો કે ગત ટર્મ દરમિયાન ભાજપાના મયુરભાઈ રાવલ અને કોંગ્રેસના ખુશમનભાઈ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો.આ વખતે ખંભાત બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની યાદીમાં ચિરાગભાઈ પટેલ-વાસણા, ખુશમનભાઈ પટેલ, સાવજસિંહ ગોહિલ,દાનભા ગોહિલનું નામ ચર્ચામાં રહ્યું છે.જો કે ખંભાત વિધાનસભા જીતવા માટે કોંગ્રેસ પાર્ટી ચિરાગભાઈ પટેલ અથવા ખુશમનભાઈ પટેલને મેદાનમાં ઉતારશે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે.આજની રાત સુધીમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવારની યાદી જાહેર કરી શકે તેવી સંભાવના છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368