ઓછું મતદાન ધરાવતા તમામ મતદાન મથક વિસ્તારોમાં અવસર રથ ફરશે, મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાશે.
અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનલક્ષી તૈયારીઓ સાથે સજ્જ છે. તા.૦૯ નવેમ્બર,૨૦૨૨થી લઈ તા.૧૩ નવેમ્બર,૨૦૨૨ સુધી અમરેલી જિલ્લામાં અવસર અભિયાન અંતર્ગત મતદાન જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે.
મહત્વનું છે કે, ઓછું મતદાન થતું હોય તેવા મત વિસ્તારોમાં અવસર રથ ફરશે. અવસર રથ મતદાનનો સંદેશ આપી મતદારોને મતદાન કરવા માટે અપીલ કરશે. ૯૪-ધારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા, ૯૮-રાજુલા વિધાનસભા મતવિસ્તારોના ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં અવસર અભિયાન અંતર્ગત વિવિધ મતદાન લોકજાગૃત્તિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
અવસર રથ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે મતદાન સંદેશના માધ્યમથી અપીલ કરશે.
અવસર રથ થકી મતદાન જાગૃત્તિ વધે તેવા શક્ય તમામ પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.