એસ. ઓ. જી. ની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના પૂણેના વાંકડ પોલીસ સ્ટેશનમાં સગીરાનું યૌનશોષણ કરવાનો ગુનો નોંધાતા ત્યાંથી ભાગેલો ઇમરાન સિકંદર શેખ (રહે. ક્રિષ્ણ કોલોની, કાળેવાડી, પૂણે) ઉનગામ ભીંડી બજારમાં આવીને રહી રહ્યો છે. પોલીસે આ શખ્સને પકડી લીધો હતો અને વાંકડ પોલીસને જાણ કરતાં જ ત્યાંની પોલીસ સુરત આવી પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂણેની 15 વર્ષીય સગીરા 2020માં લોકડાઉનને કારણે માતાના મોબાઇલથી ઓનલાઇન અભ્યાસ કરતી હતી. તે વખતે ઇન્સ્ટા. એપ ડાઉનલોડ કરી લીધી હતી.

આ એપ ઉપરથી મિસ્ટર ક્રશ નામના વિધર્મી યુવાનના સંપર્કમાં આવેલી 15 વર્ષીય સગીરા સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો બનાવી સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ કરી હતી. પૂણે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સુરત ભાગી આવેલા આરોપીને સુરત એસ. ઓ. જી. એ ઝડપી લઇ મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો હતો.