મેટ્રો રેલના ભૂગર્ભ ટનલના નિર્માણ માટે 30 સપ્ટેમ્બરે કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીના 2. 8 કિમીના રૂટ પર શરૂ કરાયેલું ખોદાણ-બાંધકામ 8 નવેમ્બર સુધીમાં 40. 60 મીટર સુધી પૂર્ણ કરી લેવાયું છે. આ રૂટ પર GMRCએ ઉતારેલા તાપી અને નર્મદા નામક 2 ટનલ બોરિંગ મશીન (TBM) 5. 8 મીટરનો વ્યાસ ધરાવતા હોવાથી પહેલા ચરણમાં કામ અપેક્ષા કરતાં મંદ રહ્યું છે. જોકે આવતા અઠવાડિયાથી કામ ઝડપી બની દૈનિક 8. 4થી 10 મીટર સુધીની ટનલ બનાવશે તેવો વિભાગનો દાવો છે. હાલ ટનલમાં 29 રિંગ પણ ઇન્સ્ટોલ કરી દેવાઇ છે. જમીનતી 16થી 28મીટર નીચે કામ કરી રહેલા TBM અને તૈયાર થયેલી ટનલનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે.

અપ-ડાઉન માર્ગ પર રોજ 2. 8 મી. નું ખોદકામ ચોકબજારથી રેલવે સ્ટેશન થઇ કાપોદ્રા સુધીના કુલ 6 કિમીમાં ભૂગર્ભ ટનલ નિર્માણનું કાર્ય ચાલુ છે. પ્રાથમિક તબક્કે કાપોદ્રાથી સ્ટેશન સુધીના 2. 8 કિમી સુધીમાં અપ-ડાઉન રૂટનું નિર્માણ પ્રાયોરિટીના ધોરણે શરૂ કરાયું છે. TBM આ રૂટ પર 16થી 28 મીટર ઊંડાણમાં 6. 5 મીટરની વ્યાસથી માટી કાપી આગળ વધી રહી છે. સાથે સાથે કોંક્રિટની લેયર પણ બની રહ્યા છે. ટનલનો કુલ વ્યાસ 5. 6 મીટર સુધીનો રહી જશે. સપ્તાહ પછી રોજ 10 મીટર સુધીની ટનલ નિર્માણ થશે બે તોતિંગ TBMના લોન્ચિંગને હવે 39 દિવસ થયા છે. આ ટૂંકા ગાળામાં 40. 60 મીટર સુધીનો ભૂગર્ભ માર્ગ બનાવી લેવાયો છે. હાલમાં રોજ ટનલ બનાવવાની ઝડપ 2. 8 મીટર નોંધાઇ છે. જોકે આગામી સપ્તાહથી આ પ્રક્રિયા ઝડપ પકડશે. જેથી રોજ 8. 4થી 10 મીટર સુધી અન્ડરગ્રાઉન્ડ ટનલ બનશે.