જિલ્લામાં ઓછા મતદાનવાળા વિસ્તારમાં મહત્તમ મતદાનના પ્રયાસોના ભાગરૂપે યોજાયેલા જાગૃતિલક્ષી નાટકોનો લાભ લઈ અચૂક મતદાન માટે સામૂહિક સંકલ્પબદ્ધ થતાં જિલ્લાના મતદાતાઓ ------------

નાંદોદ વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા મહાદેવ મંદિરના પટાંગણમાં તેમજ સેલંબા હાઈસ્કુલ ખાતે પણ ઉક્ત નાટ્ય કલા સંસ્થાના કલાવૃંદ દ્વારા “જાગો મતદાર જાગો” નાટ્ય કૃતિના માધ્યમથી મતદાનમાં સૌ મતદારોને અચૂક ભાગ લેવા માટે નૈતિક મતદાનનું મહત્વ સમજાવાયું હતું, જેમાં દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાળાના આચાર્યશ્રીઓ, મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓ, આશાવર્કર બહેનો, FPS ના સંચાલકશ્રીઓ, જે તે ગામના આગેવાનો, ગ્રામજનો વગેરેએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌ કોઇ અચૂક મતદાન માટે સામૂહિક રીતે સંકલ્પબધ્ધ થયા હતાં. ૦૦૦