ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જીલ્લાની બે બેઠકો પર નામ જાહેર કર્યા છે. 

    છોટાઉદેપુર જીલ્લાની બે બેઠકો ઉપર ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર બે દિવસ પહેલા જ કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં આવેલા મોહનસિંહ રાઠવાના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. 

    જ્યારે સંખેડા બેઠક પર હાલમાં ચાલુ ધારાસભ્ય અને ૧૦૮ ના હુલામણા નામથી ઓળખાતા અભેસિંહ તડવી મે રીપીટ કરાયા છે.

         આમ, ભાજપ દ્વારા છોટાઉદેપુર બેઠક ઉપર રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ સંખેડા બેઠક ઉપર અભયસિંહ તડવી ટિકિટ ફાળવવામાં આવી છે.