ડીસા (મેરુજી પ્રજાપતિ) ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારો જાહેર કરી ટિકિટ કોને?  ચાલતી અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધેલ છે. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત ભાજપની લેબોરેટરી રહી છે. ગુજરાતમાં કરાયેલ પ્રયોગ સફળ પણ થયા અને ગુજરાત મોડલ આગળ ધરી કેન્દ્રની સત્તા પ્રાપ્ત કરેલ છે. ભાજપ દ્વારા ગુજરાતમાં પ્રયોગો કરી સમગ્ર દેશમાં તેનું અનુકરણ અને અમલીકરણ કરાય તે સ્વાભાવિક છે. સુશાસન માટે અનુશાસન અનિવાર્ય હોવાનું સૂત્ર નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપે આત્મા સાત કરેલ છે. અને એટલે જ જ્યારે અન્ય પાર્ટીઓ પોતાના ઉમેદવારો મુકવામાં ખચકાટ અનુભવતી હોય ત્યારે અહીંયા આખેઆખી સરકાર બદલીને પણ સરકાર ચલાવાય છે. અનુશાસનને અનુસરી ભાજપના પૂર્વ મુખ્યમંત્રી શ્રી  ડેપુટી મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓ કે સિનિયર ધારાસભ્યો ચૂંટણી ન લડવાની જાહેરાત કરી પાર્ટીને જીતાડવાની ખાતરીઓ આપતો હોય છે. આજરોજ ભાજપ દ્વારા બનાસકાંઠામાં ઉમેદવારો જાહેર કરાતા ભાજપ એ નવતર પ્રયોગો કર્યો હોય તેવું મનાય છે. બનાસકાંઠામાં પાલનપુરમાં જેમનું નામ પણ પેનલમાં ન હતું તેવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા નવા ચહેરા અનિકેતભાઇ ઠાકર, ડીસામાંથી નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, ધાનેરા થી ભગવાનભાઈ ચૌધરી,વાવથી સ્વરૂપજી ઠાકોર જેવા તદ્દન નવા ચહેરા ને ઉમેદવાર બનાવાયા.  થરાદ થી શંકરભાઈ ચૌધરીને ઉમેદવાર બનાવી હું બનું વાળા સાથે રાજકીય સમીક્ષકો આશ્ચર્યચકિત કરેલ છે. કાંકરેજના સેટિંગ એમ એલ એ અને વર્તમાન સરકારના મંત્રી હતા તેવા કીર્તિસિંહ વાઘેલા, દિયોદર થી કેશાજી ચૌહાણ, વડગામ થી મણીભાઈ વાઘેલા,દાંતા થી લઘુભાઈ પારધી ને ટિકિટ અપાયેલ જોકે બનાસકાંઠામાં તમામ સીટો ઉપર આપ સહિત ચૂંટણીનો ત્રિપાઠીયો જંગ ખેલાશે. ત્યારે અમુક વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી લડાઈ તેવી શક્યતાઓ રહેલ છે. ભાજપ માટે ગુજરાત લેબોરેટરી સમાન છે છતાં પ્રયોગ કે અખતરા ઓ ખતરા સભરતો હોય જ છે. ખેતી કે વેપારમાં પણ ખતરો તો હોય જ છે.ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા કરાયેલ પ્રયોગ કેટલો સફળ થાય છે.તે તો સમય જ બતાવશે.ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં યોગ્યતા અનુસાર કાર્યકરને તક આપવામાં ભાજપ અગ્રસર છે ઉદાહરણ રૂપે ડીસા થી લેબજી ઠાકોર પાલનપુર થી લાલજીભાઈ પ્રજાપતિ ધાનેરા થી વસંતલાલ પુરોહિત માવજીભાઈ દેસાઈ ગણાય છે