આજે ઇન્ટરનેટ સામાન્ય માણસના જીવનનો હિસ્સો થઈ ગયું છે નાના બાળકોથી લઈને યુવાનો અને ઘરડાઓ પણ ઇન્ટરનેટ વાપરી રહ્યા છે આજે ઓફિસ, ઘરમાં, દુકાનો માં કે મોલ માર્કેટ માં બધી જગ્યા એ ઇન્ટરનેટ નો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. જ્યારે ઇન્ટરનેટની દુનિયામાં પહેલા 2g, 3g, 4g આવ્યું અને હવે 5g પણ આવી રહ્યું છે. 

   

   ટેલિકોમ દિગ્ગજ કંપની એરટેલ પોતાનું 5g નેટવર્ક લોન્ચ કરવા જઈ રહ્યું છે કહેવાય છે કે એરટેલ કંપની 15 મી ઓગસ્ટના દિવસે પ્રથમવાર પોતાનું 5g નેટવર્ક ભારતમાં લોન્ચ કરશે. અને 5g ઇન્ટરનેટ વાપરવા માટે ગ્રાહકે હમણાં 5g સીમ લેવાની જરૂર નહીં પડે 4g સીમ કાર્ડ માંજ 5g ની સ્પીડ મળી રહેશે

  કેહવાય છે કે સૌ પ્રથમ ભારતના 13 મોટા શહેરોમાં એરટેલ 5g લોન્ચ કરવામાં આવશે. જેમાં દિલ્હી, ગુરુગ્રામ, બેંગ્લોર, કોલકાતા, ચંદીગઢ, જામનગર, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનૌ, પુણે અને ગાંધી નગર જેવા શહેરોનો સમાવેશ થાય છે. તેમજ આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ આ સુવિધા ધીરે ધીરે શરૂ કરવામાં આવશે.