સુરત ભાજપની ટિકિટો જાહેર થતાં કાર્યકરો ગરબાના તાલે ભાજપ કાર્યાલય સામે ઝૂમતાં જોવા મળ્યાં હતાં.

ગુજરાતન વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં આજે સુરતની 12 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપે 12માંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે ઉધના અને કામરેજમાં મૂરતિયા બદલવામાં આવ્યાં છે. કામરેજમાં અગાઉ પાટીદાર આંદોલનના કારણે કપાયેલા પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઉધના બેઠક પરથી મનુ પટેલ (ફોગવા)ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ચારેય મંત્રીઓને પણ રિપીટ કરવામાં આવ્યાં છે.