સુરત ઉધના વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ધારાસભ્યના ઉમેદવાર મનુ પટેલ અગાઉ કોર્પોરેટર હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સુરતની ઉધના મતવિસ્તારમાં ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે ઉમેદવાર ભાજપ સામે પાલિકાની ચૂંટણી જીતી ચૂક્યા છે. આટલું જ નહીં ભાજપ માટે તેમની ટિકિટ મળી ત્યારે તેઓ હારી પણ ચૂક્યા છે. ભાજપ સામે આંદોલન કરનાર ટિકિટ આપી છે. ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે તે મનુ ફોગવા 2005 થી 2010 વચ્ચે આંજણા કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ ભાજપ સરકાર સામે ફોગવાનું આંદોલન કર્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી પાલિકાની ટિકિટ પણ મળી હતી પરંતુ તે ભાજપમાંથી હારી ગયા હતા. જેને હાલ ભાજપે ઉધના વિધાનસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકરોમાં અનેક ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.