દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ બેઠકોને લઈને યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં 127 કાલોલ વિધાનસભા માટે પૂર્વ ધારાસભ્ય અને નરેન્દ્ર મોદીજી જેમને ભગતના હુલામણા નામથી બોલાવે તેવા ભાજપાના જુના જોગી ફતેહસિંહ ચૌહાણના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે વર્તમાન ધારાસભ્ય સુમનબેન ચૌહાનનું પત્તુ કપાયું છે જેમાં ઘોઘંબા તાલુકાનાં અને 127 કાલોલ વિધાનસભામાં આવતાં ગુંદી ગામનાં વતની ફતેસિંહ ચૌહાણનું નામ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે જેને લઈ તેઓના સમર્થકોમાં ભારે ખુશાલી વ્યાપી ગઈ છે અને અગાઉ ધારાસભ્ય રહી ચુકેલા ફતેહસિંહ ચૌહાણની પસંદગીને કાલોલ અને ઘોઘંબા વિધાનસભા મત વિસ્તારમાં ભારે આવકાર મળી રહેલો જોવા મળી રહ્યો છે.
કાલોલમાં રિપીટ થિયરી ફગાવાઈ, કાલોલ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ફતેસિંહ ચૌહાણના નામ ઉપર મહોર લાગી.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_25afef8dff6d338fc8cc764f92bf9bc3.jpg)