સિદ્ધપુરમાં કાર્તિકી પૂનમને લઈને સિધ્ધપુર શહેર અને સરસ્વતી નદીના તટમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ જામી હતી. આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડવાના હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.તેરસથી લોકોનો અવિરત પ્રવાહ ચાલુ થયો હતો અને સમગ્ર ગુજરાતમાંથી આવેલા શ્રધ્ધાળુઓ સાથે હજારો લોકોએ તર્પણવિધિ કરાવી હતી અને જેમા એક દિવસમા 2500થી ત્રણ હજારથી પણ વધુ લોકો સરામણા કરવા આવ્યા હતા અને હજુ બે થી ત્રણ દિવસની અંદર હજારોની સંખ્યામાં સરામણા કરવા લોકો આવી શકે છે જેના માટે સરસ્વતી નદીમાં સરામણામા આવતા લોકો માટે બેસવા મંડપ તેમજ પાણી માટે ટેન્કરની સુવિધા પુરી પાડવામાં આવી હતી.સિદ્ધપુરના આ પરંપરાગત મેળામાં રંગબેરંગી ગ્રામ્ય ભાતીગળ પોષાકમાં સંસ્કૃતિની ઝલક દેખાય છે. સિધ્ધપુર માતૃસ્થાન સમુહ બિંદુ સરોવર સ્થિત કાર્તિક ભગવાનના મંદીરના દ્વાર વર્ષમાં એક માત્ર કારતક માસના દિવસે ખુલે છે. તેરસ ના દિવસે કુવારીકા સરસ્વતી નદીમાં ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાની લોકવાયકાને લઈ લાખો શ્રધ્ધાળુઓ નદીમાં ડુબકી મારે છે.અને આ વખતે તો સરસ્વતી ચેકડેમમાં પણ પાણી ભરાયેલું છે જેથી શ્રદ્ધાળુઓ મા વધું આનંદ ની લાગણી જોવા મળી હતી.
સિદ્ધપુરના પરંપરાગત લોકમેળામાં શેરડીનું મસ્ત મોટું બજાર જામ્યું છે. મીઠી મધુરી લીલીછમ શેરડીના સાંઠા સિધ્ધપુર મેળાની આગવી ઓળખ છે. અંદાજે 75થી વધુ શેરડીની ટ્રકો ઠલવાતા લોકોએ શેરડી ખરીદી તેનો લાભ ઉઠાવ્યો હતો. શેરડીનો ભાવ 50 થી 60 રૃપિયા એક ભારી વેચાણ થાય છે.