૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ કટારાની પસંદગી કરાતા ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો.
ફતેપુરા વિધાનસભા બેઠકની સીટ માટે સેવાતી વિવિધ અટકળોનો અંત આવતા કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી.
૧૨૯ વિધાનસભા બેઠક માટે વિવિધ અટકળોનો અંદાજ લગાવતા ટિકિટવાચ્છુ ભાવિ ઉમેદવારોમાંઆશા નિરાશાના ઉભરા આવી રહ્યા હતા. પરંતુ ભાજપ તરફી ઉમેદવાર તરીકે આજરોજ રમેશભાઈ કટારા ઉપર પસંદગીનો કળશ ઢોળાતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.અને સુખસર ભાજપ કાર્યાલય ખાતે હર્ષોલાષ સાથે ફટાકડા ફોડી ભાજપના કાર્યકર્તાની પસંદગી વધાવી લેવામાં આવી હતી.ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે તત્કાલીન ધારાસભ્ય અને દંડક એવા રમેશભાઈ ભુરાભાઈ કટારા ઉપર પસંદગીનો કળશ ઢોળાતા ટેકેદારો સહિત ભાજપ તરફી કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે. તેમજ સુખસર કાર્યાલય ખાતે તેમજ ફતેપુરા સહિત વિસ્તારમાં ભાજપ તરફી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી રમેશભાઈ કટારાની પસંદગીનો જસ્ન મનાવ્યો હતો. અહીંયા સારાંશ એક જ જોવા મળે છે કે રમેશભાઈ કટારા ને ભાજપ તરફથી પસંદગી કરવામાં આવતા પ્રજામાં આનંદ વ્યાપી જવા પામ્યો હોવાનું જોવા અને જાણવા મળી રહ્યું છે. તેમજ રમેશભાઇ કટારા ને જીતના સોપાન સર કરાવવા કાર્યકર્તાઓ તન,મન,ધન થી કામે લાગી ચૂક્યા હોવાનું જાણવા મળે છે.