અંદાજે મહિના પૂર્વે મહેસાણા તાલુકાના પાંચોટ ગામના યુવકની આંખમાં મરચું નાખીને ગળામાંથી સોનાનો દોરો ખેંચીને નાસી છૂટનાર બે આરોપીઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. જ્યારે ચેન સ્નેચિંગ કરવાના પ્લાનમાં વોન્ટેડ લીંચના શખ્સને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહેસાણા તાલુકાના પાંચોટ ગામે કાઢેવાસમાં પોતાના પરિવાર સાથે રહેતો સૌરભ વિનોદભાઈ પ્રજાપતિ નામનો 25 વર્ષીય યુવાન ગત 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8થી 9ના સમયગાળા દરમિયાન જમીને પોતાના ઘેરથી ચાલવા નીકળ્યો હતો. ત્યારે પાંચોટ આનંદપુરા રોડ પર રેલવે ફાટક નજીક આવેલા શખ્સો તેની આંખમાં મરચું નાખીને ગળામાં પહેરેલ એક લાખની કિંમતનો સોનાનો દોરો ખેંચીને નાસી છૂટ્યા હતા.
ચેન સ્નેચિંગના બનાવમાં ચોરાયેલ ચેન પાંચોટના જ બે શખ્સો પાસે હોવાની એસઓજી ટીમને મળેલી ખાનગી બાતમીને આધારે પીએસઆઇ અને તેમની ટીમે પાંચોટ સર્કલ નજીકથી કોર્ડન કરીને ઠાકોર સંજયજી વિષ્ણુજી અને ઠાકોર કિશનજી હરચંદજી રહે બંને લિંચ અલ્પેશજી સુરસંગજી રહે પાંચોટ તા. મહેસાણા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ કરતા 27 સપ્ટેમ્બરના રોજ પાંચોટ ખાતે તેઓ ભેગા થયા હતા અને ઠાકોર અલ્પેશજી અને પંકજજીએ કહ્યું હતું કે અમારા ગામનો સૌરભ પ્રજાપતિ પાંચોટ આનંદપુરા રોડ પર પસાર થાય છે અને ગળામાં સોનાનો દોરો પહેરે છે તેને આપણે કાઢી લેવાનો છે ત્યારે કિશનજી ઠાકોર જી.જે.08.આર .4825 નંબરની ઇકો કાર લઈને આવ્યો હતો અને નક્કી થયા મુજબ સૌરભની આંખમાં મરચું નાખીને તેના ગળામાંથી સોનાનો દોરો ખેંચીને જતા રહ્યા હતાની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલ સોનાનો દોરો અને ત્રણ મોબાઇલ મળી સવા લાખનો મુદ્દામાલ કબજે કરીને વોન્ટેડ પાંચોટના ઠાકોર પંકજજી વેલાજીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.