*1 નવેમ્બર 2022 થી અસારવા ઉદેપુર અને અસારવા જયપુર ની ટ્રેનો ચાલુ થવાનું ઓફિશ્યિલી ડિકલેર કરેલ હોવા છતાં ફક્ત ઉદેપુર ની ટ્રેન ચાલુ કરી હતી,

જયપુર ની ટ્રેન ટેક્નિકલ કરકણ ણુ બહાનું ધરી રાતોરાત કેન્સલ કરવાથી લોકોમાં રીતસરની નારાજગી જોવા મળતી હતી, હિંમતનગર રેલવે સ્ટેશન નો ઓફિશ્યિલ કોઈ લેન્ડ લાઈન નંબર ના હોવાને કારણે વહાર્ટસઅપ ગ્રુપમાં એકબીજા ને પુછા કરી હતી અને અજમેર જયપુર ટ્રેન વિષે જાણકારી મેળવવાની કોશિશ કરી હતી કેટલાક લોકો તો અધીરા બની રેલવે સ્ટેશન જઈ ટિકિટ બારી પર અજમેર તેમજ જયપુર જવા માટે તારીખો નક્કી કરી બુકિંગ કરાવવા દોડી પડ્યા હતા પરંતુ તેમને નિરાશા મળી હતી.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાથે વર્ચુઅલ ઉદ્ઘાટન હોવાથી ઉતાવળે અસારવા ટુ ઉદેપુર અને અસારવા ટુ જયપુર ટ્રેન ની જાહેરાત પછી લોકોમાં ના ઇન્તેઝાર નો અંત આવ્યો હતો અને ખુશી ફેલાઈ ગઈ હતી પરંતુ ખાસ અજમેર જવાના શોખીનો માટે આ ખુશી વધુ સમય ટકી શકી ના હતી,

લોકો એ ફોન ઉપર અજમેર જયપુર ની ટ્રેન નું ટાઈમ ટેબલ પણ વાઇરલ કરી દીધું હતું, આ મંજુર થઇ ગયેલ ટ્રેન હોવા છતાં આજે 10 દિવસ ઉપર થઇ ગયા તેમ છતાં જયપુર ટ્રેન શરૂ ના થતા લોકો એ જલ્દી થી જલ્દી ટ્રેન શરૂ કરવાની માંગણી મૂકી હતી,

એક અન્ય સમાચાર મુજબ બોમ્બે લાઈન ની ટ્રેન નું સ્ટેશન અસારવા ના રેહતા કાલુપુર સંચાલન થશે અને ત્યાંથી બોમ્બે તેમજ રાજસ્થાન નો રૂટ રહેશે, જે વેપારીઓ માટે વધુ અનુકૂળ થાય તેવું લાગી રહ્યું છે, હાલ અમદાવાદ શહેરમાં ખરીદી માટે જનાર અને અમદાવાદ થી આગળના અન્ય શહેરોમાં જનાર લોકો ને અસારવા સ્ટેશન થી આગળ વધવામાં અગવડતા પડી રહી છે બોમ્બે રૂટ ની ટ્રેનો પણ જલ્દી ચાલુ થાય તેવી લોકોની માંગ છે.

રિપોર્ટર : વારિસ સૈયદ.

હિંમતનગર.