વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા અમલી છે. પ્રથમ અને દ્વિતીય એમ બે તબક્કામાં મતદાન યોજાશે ત્યારે જિલ્લામાં તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાશે.

આદર્શ આચારસંહિતા અમલી હોય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે મતદાન મથકોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિએ ભેગા નહીં થવા બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે.

આ હુકમ મુજબ મતદાન મથકોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિએ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 આ હુકમ ચૂંટણી અંગેની કામગીરીમાં રોકાયેલ સરકારી અધિકારી-કર્મચારીઓેને લાગુ પડશે નહીં.

આ જાહેરનામું તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ મતદાનના રોજ સમગ્ર દિવસ દરમિયાન અમલમાં રહેશે.

હુકમનો ભંગ કરનાર ધી ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ની જોગવાઈ હેઠળ સજા પાત્ર થશે.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.