વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. પ્રથમ અને દ્વિતીય એમ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે જિલ્લામાં તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. આદર્શ આચારસંહિતા અમલી હોય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે ચૂંટણી પ્રચાર નિયમન બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે.
જે તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડિંગ્સ, માસ મીડિયા, વર્તમાનપત્રો, ટી.વી.ચેનલોમાં તથા અન્ય વિજાણુ માધ્યમોમાં પોતાના પક્ષની સિદ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી કરી શકશે નહીં,
જાહેર કે ખાનગી સ્થળોએ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાની આજુબાજુ અને હયાત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારના દબાણ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં.
કોઈ વ્યક્તિએ આદર્શ આચારસંહિતાના ભંગ થાય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ અથવા મેસેજ અન્ય વ્યક્તિને મોકલવા નહીં. ઉપરાંત ઉશ્કેરણીજનક ભાષણો પર પણ પ્રતિબંધ રહેશે.
આ હુકમ ફરજ પર રોકાયેલા તમામ સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી, અધિકારીઓને લાગુ પડશે નહીં.
જાહેરનામું તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ મતદાનના દિવસ સહિતના દિવસ સુધી અમલમાં રહેશે.
હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ધી ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ની જોગવાઈ હેઠળ સજાને પાત્ર છે.
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.