તા.૯ નવેમ્બરે ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૪૫ ફોર્મ ઉપડ્યા છે.

અમરેલી તા.૦૯ નવેમ્બર, ૨૦૨૨ (બુધવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં અમલી છે.

અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે.

ચૂંટણી કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો પૈકી ઉમેદવારીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે.

અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવેલી વિગતો મુજબ આજરોજ તા.૯ નવેમ્બર-૨૦૨૨ના રોજ એકપણ ઉમેદવારી પત્ર અમરેલી જિલ્લામાં ભરવામાં આવ્યું નથી.

વધુમાં જિલ્લામાં તા.૯ નવેમ્બર,૨૦૨૨ના રોજ ૯૪-ધારી-બગસરા વિધાનસભા મતવિસ્તારમાં ત્રણ વ્યક્તિએ ચાર (૪) ફોર્મ ઉપાડ્યા છે.

૯૫-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાં બે (૨) ફોર્મ ઉપાડ્યા છે.

૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારમાં એક વ્યક્તિએ કુલ ચાર 

(૪) ફોર્મ ઉપાડ્યા છે.

૯૭-સાવરકુંડલા - લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં ૫ વ્યક્તિએ સાત (૭) ફોર્મ ઉપાડ્યા છે.

૯૮- રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં દસ વ્યક્તિએ કુલ ૨૮ ફોર્મ ઉપાડ્યા છે.

મહત્વનું છે કે, તા.૦૫ નવેમ્બર,૨૦૨૨થી ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરુઆત થતાં તે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ સુધી નિયત સમયમર્યાદા સુધીમાં સ્વીકારવામાં આવશે.

વધુમાં તા.૧૭ નવેમ્બર,૨૦૨૨ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.