લીગલ સર્વિસ દિવસની ઉજવણી અંતર્ગત દાંતા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મેગા શિબિર કાર્યકમ યોજાયો
નાગરિકોના કાનૂની અધિકારો બાબતે આંગણવાડી કાર્યકર મહિલાઓને માર્ગદર્શન અપાયું
નેશનલ લીગલ સર્વિસ દિવસની ઉજવણી અંતર્ગત દાંતા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તાલુકા પંચાયત ભવન ખાતે નાગરિકોના કાનૂની અધિકારો બાબતે આંગણવાડી કાર્યકર મહિલાઓ સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એચ.ડી.સુથારના માર્ગદર્શન હેઠળ મેગા શિબિર કાર્યકમ યોજાયો હતો.
જેમાં ચેરમેનશ્રી બી. કે. આવાશિયા (પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ), તાલુકા કાનૂની સેવા સમિતિ દાંતા, એડી.સિવિલ જજશ્રી લલિતકુમાર ઈગ્લે દાંતા કોર્ટ, દાંતા કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ કે.એ.ગઢવી, એડવોકેટ શ્રી આર.એસ. કુડશિયાએ ઉપસ્થિત રહી આંગણવાડી કાર્યકર બહેનોને કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લીગલ આસિસ્ટન્ટ એ.એલ.પરમારે કર્યું હતું.
આ પ્રસંગે સીડીપીઓ દાંતા સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી કાનૂની અધિકારો બાબતે માર્ગદર્શન મેળવ્યું હોવાનું પ્રતિક ચૌહાણ રજીસ્ટ્રાર, પ્રિન્સિપાલ સિનિયર સીવીલ કોર્ટ, દાંતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું.