આરોપીઓ પોતાના કરેલા ગુન્હા ને લાખ ઢાંક-પીછાણા કરી છુપાવે પરંતુ સત્ય હંમેશા સામે આવીને જ રહે છે. આવીજ એક ઘટના અબડાસાના સાંધવ વાડી વિસ્તારમાં આજથી પાંચેક દિવસ પૂર્વે બની હતી. છેડતીનો વહેમ રાખી 32 વર્ષીય જર્નલસિંઘ ભજનસિંધ જાટ(શીખ)ને ચાર આરોપીઓએ ઝાડ સાથે બાંધી તેને ઢોર માર મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટના બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતાં આ વાત બહાર આવવા દીધી ન હતી. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પણ કહેવાય છે કે, ભિતો નાં પણ કાન હોય છે તેમ ધીરે ધીરે આખી બાબત બહાર આવી હતી અને સમગ્ર ઘટના પોલીસ સુધી પહોંચી ગઈ હતી. ફરિયાદ પક્ષને આ ગુનાની ગંભીરતા સમજાવી વિશ્વાસમાં લેતાં અંતે ગઇકાલે ફરિયાદ કોઠારા પોલીસ મથકે નોંધાઇ હતી. મહિલા આરોપી સિવાય ત્રણે આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. 

મર્ડર-મિસ્ટ્રી ફિલ્મ જેવા આ કેસની કોઠારા પોલીસ મથકે મૂળ પંજાબનાં અને હાલે સાંધવ વાડી વિસ્તારમાં રહેતા અગ્રેજસિંઘ જાટે નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીની છેડતીનો વહેમ રાખીને ગત તા. 4/10ના સવારે સાંધવના વાડી વિસ્તારમાં તેના ભાઇ જર્નલસિંઘને બાવળના ઝાડના થડમાં રસ્સી વડે બાંધીને ચાર આરોપીઓ લખવીરસિંઘ જગશીરસિંઘ સરદાર, તેના ભાઇ કશ્મીરસિંઘ જગશીરસિંઘ સરદાર અને કશ્મીરસિંઘના પત્ની નવદીપ કૌર, રહે. ત્રણે સાંધવ વાડી વિસ્તાર તેમજ અન્ય ભાઇ મહેતાબસિંઘ જગશીરસિંઘ સરદાર (રહે. વિંઝાણ વાડી વિસ્તાર)એ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાની જાણ જર્નલસિંઘના પરિવારજનોને ખબર પડતાં ઘાયલ જર્નલસિંઘને હોસ્પિટલ ખસેડવાની તજવીજમાં હતા. ત્યારે જ ઘાયલ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો. 

આ બનાવ બાદ બંને પક્ષે સમાધાન કરી લીધું હતું અને મૃતકની અંતિમવિધિ પણ ચૂપચાપ કરી દેવાઇ હતી. દરમ્યાન, ધીરેધીરે આ સમગ્ર ઘટના બહાર આવતાં તેની બાતમી કોઠારા પોલીસ સુધી પહોંચી હતી. કોઠારા પોલીસ સ્ટેશનના પી.આઇ. વાય. પી. જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, હતભાગીના નામ-ઠામની વિગતો જાણી તેના પરિજનોને મળ્યા હતા. શરૂઆતમાં સમાધાન થયાનું જણાવી કાર્યવાહી કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી પરંતુ હત્યા જેવા ગુનાની ગંભીરતા સમજાવી વિશ્વાસમાં લેતાં ફરિયાદ નોંધાવા તૈયાર થયા હતા.આ હત્યાના મહિલા આરોપી સિવાય ત્રણેની વિધિવત અટક કરી લેવામાં આવી છે અને આવતીકાલે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરાશે.