વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે કોંગ્રેસ પક્ષે ગાંધીધામ વિધાનસભા બેઠક માટે પોતાના દાવેદારનું નામ જાહેર કર્યું હતું. આ અનામત બેઠક ઉપર મહેશ્વરી મેઘવાળ સમાજના ઉમેદવારને ટિકિટ ન મળતાં 17 જેટલા પદાધિકારીઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યાં હતાં. બે દિવસ પહેલાં ભુજ સુધરાઇના પૂર્વ વિપક્ષી નેતા સહિતના 18 જેટલા પક્ષના હોદ્દેદારોએ આપેલા રાજીનામાની અગ્નિ હજુ ઠંડી થઈ નથી ત્યાં જ ગાંધીધામ માં પણ રાજીનામા આપતાં પક્ષના અગ્રણીઓ દોડધામ માં પડી ગયા છે અને નારાજ હોદ્દેદારોએ સમજાવટના પ્રયત્નો હાથ ધર્યા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભુજ કોંગ્રેસમાં થયેલા ભડકાની જ્વાળા આજે ગાંધીધામ પહોંચી હતી અને હોદ્દેદારોએ રોષભેર રાજીનામાં ધરી દીધાં હતાં. આ વખતે કોંગ્રેસને વિધાનસભા જંગ પહેલાં પક્ષની આંતરિક આગ ઠારવાની કવાયત આદરવી પડી હોવાનું જાગૃતોમાં ચર્ચાતું હતું. ત્યારે કચ્છ નાં ગાંધીધામ ખાતે પણ નારાજગી ફેલાઈ છે. ગુજરાત રાજ્યમાં મહેશ્વરી મેઘવાળ સમાજની બહોળી વસ્તી છે તેમ છતાં ગાંધીધામની અનામત બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા મહેશ્વરી સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ ન અપાતાં પક્ષના પદાધિકારીઓ નારાજ થયા હતા અને પોતાના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવાયું હતું.

કચ્છની ગાંધીધામ બેઠક ઉપર મહેશ્વરી મેઘવાળ સમાજના ઉમેદવારને ટિકિટ મળે તે માટે ખૂબ જ ગંભીર રીતે પક્ષ પાસે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આંખ આડા કાન કરી ટિકિટ આપવામાં આવી નથી.જેના કારણે કોંગ્રેસના પદાધિકારીઓએ મહેશ્વરી સમાજના પદાધિકારીઓની સહમતીથી કોંગ્રેસના સમગ્ર પદ પરથી સામૂહિક રીતે રાજીનામાં આપી દીધા હતા.

કચ્છ કોંગ્રેસમાં અપાયેલા આ રાજીનામાં ની ખબર વાયુવેગે કચ્છની સાથે જામનગર, રાજકોટ, અમદાવાદ, જામખંભાળિયા સમાચાર પ્રસરતાં તેની ઘેરી અસર પડી હતી. આ પગલાં બાદ અન્ય પદાધિકારીઓએ પણ રાજીનામાં આપવાનું મન મનાવી લીધું છે. તેવું રાજીનામાં આપનારા આ પદાધિકારીઓએ જણાવ્યું હતું