વિસનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા અગ્રેસર ગુજરાત અભિયાન અંર્તગત વિસનગર ખાતે જન જનનો સંપર્ક સાધવા અને તેમના અભિપ્રાયો જાણવા માટે બાઇક રેલી અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી યોજવામાં આવી હતી અને અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતાં.
વિસનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિસનગર ખાતે રેલી યોજવામાં આવી હતી. જેમાં વિસનગરમાં જન સંપર્ક કાર્યાલય ખાતેથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આઇ.ટી. ચોકડી, એમ.એન. કોલેજ રોડ, જી.ડી. સર્કલ, સી. એન. કોલેજ, નૂતન હાઇસ્કુલ, ગંજબજાર, દગાલા રોડ થઇને કાંસા ચોકડી પરત ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં.
આ પ્રસંગે રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અને મૂળ રાજસ્થાનના કાર્યકર્તા દેવકિશન મારુ, પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ ઠાકોર, યુવા મોરચાના જિલ્લા પ્રમુખ મયુર પટેલ, જિલ્લાના મહામંત્રી ચિરાગ પટેલ, શુભમ શાહ, પ્રદેશ કારોબારી હિતેશ પટેલ, સંદીપ પટેલ, વિસનગર મંડળના તાલુકા પ્રમુખ કીનલ પટેલ અને શહેર પ્રમુખ મોતી પુરોહિત તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.