સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર થતા જ પાર્ટીમાં ભડકો થયો છે. જેમાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને ત્રણ તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સામુહિક રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની કવાયત સાથે પ્રચાર કાર્યનો પણ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા સીટમાં ભાજપ કે કોંગ્રેસે એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના પાંચેય ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર થતા જ પાર્ટીમાં ભડકો થયો છે.જેમાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને ત્રણ તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સામુહિક રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારવાની સાથે જલ્પાબેન કુમારખાણીયાને લીંબડી વિધાનસભા માટે ટીકીટ આપવા માંગ કરવામાં આવી છે.ગઇ કાલે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલ નામમાં લીંબડી વિધાનસભા સીટ માટે મયુરભાઇ સાકરીયાનું નામ જાહેર કરાયું છે. જેમાં મયુરભાઇ સાકરીયા બે દિ'અગાઉ જ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી વિધાનસભા સીટ માટે ઉમેદવારનું નામ જાહેર થતાં જ બળવો થવાના એંધાણ સર્જાયા છે.