સિહોર પાલિકાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. સિહોરની નંદલાલ ભુતા હોસ્પિટલ ખાતે ફાચર ડેમોસ્ટ્ટેશન સાથે નર્સગિ સ્ટાફ ને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના બને ત્યારે સ્થિત પર કાબુ મેળવવા અંગે લાઈવ ડેમોસ્ટ્ેશન કરાયું હતું. કોવિડ હોસ્પિટલ તેમજ હોસ્પિટલ માં બનતી આગ ની હોનારતો ને ટાળવા માટે તેમજ આવી ઘટના બને ત્યારે હોસ્પિટલ બહાર થી ફાયર સુવિધા કે અન્ય પોલીસ સહાય મળે તે પૂર્વે શું કરવું તે અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ટીમ દ્વારા યોજવામાં આવેલ આ મોકડ્ડિલ સાથે નર્સિંગ સ્ટાફ તેમજ તબીબોને હોસ્પિટલ માં રહેલ ફાયર બોટલ વડે આગ કેવી રીતે ઓલવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અંદર ફસાયેલા લોકો અને ઇજાગ્રસ્તો કેવીરીતે ખસેડવામાં તે અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટના નું અંત પૃથક્કરણ કરી હોસ્પિટલ સ્ટાફ ને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. આકસ્મિક ઘટના ઘટે ત્યારે લોકો કેવી રીતે બચાવી શકાય તે અંગે નર્સિંગ સ્ટાફને સમજણ આપવામાં આવી હતી. સિંડોરતી તંદલાલ મૃળજી મુતા હોસ્પિટલ ખાતે ફાયર દ્વારા તાલીમ અપાઇ : જરૂરી સૂચતો કરાયા