મહેસાણા : કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય યુવતીને ગત 1 નવેમ્બરના રોજ ઈશ્વરપુરા ગામનો રાહુલજી દલસુખજી ઠાકોર નામનો યુવાન ફરવા જવાના બહાને પોતાની સાથે લઇ ગયો અને રાજસ્થાનના આબુરોડ અને માઉન્ટ આબુમાં વિવિધ હોટલોમાં રોકાઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પોતાના ઘરે પરત ફરેલી યુવતીએ ફરવા લઇ જવાના બહાને પોતાની સાથે જઘન્ય કૃત્ય કરનાર રાહુલજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોધાવતા બાવલું  પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.