ભીલડી પંથકમાં દિવસ રાત ધમધમતી સો મીલો | ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું થઈ રહ્યું છે નીંકદન
સો મીલોનું લાઇસન્સ પણ બીજાના નામે સંચાલક પણ બીજો તપાસ કરવી જરૂરી
સો મિલોના સંચાલકો તંત્ર અધિકારીઓને ખિસ્સામાં લઇ ફરી રહ્યા છે
મોડી સાંજ થી વહેલી સવાર સુધી લીલા વૃક્ષોનો ધીકતો ધંધો
સરકાર દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા પાછળ વર્ષે દહાડે લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે પરંતુ ભીલડી પંથકમાં લાખોનું ખર્ચ એળે જઈ રહ્યું એવું લાગી રહ્યું છે અને ઉલટી ગંગા ચાલી રહી છે ભીલડી પંથકમાં આવેલી સો મિલોમાં બેરોકટોક વાહનોમાં લાવેલા લીલા લાકડાઓ રાત દિવસ ઠલવાઈ રહ્યા છે અને સમગ્ર પંથકમાં લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન થતું હોવાની રાવ ઉઠી રહી છે મોડી સાંજ થી વહેલી સવાર સુધી ભીલડી ના રસ્તાઓ પર લારીઓ ટેકટર ની ટોલીઓ ભરી ને જતા જોવાં મળી રહ્યા છે અને રાત દિવસ બિન્દાસ પણે લીલા લાકડાનો વેપલો થઈ રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર પણ આંધળુ બની તમાશો જોઈ રહ્યું છે
આ અંગે લોકોના જણાવ્યા પ્રમાણે જવાબદાર તંત્રની મિલીભગત ના કારણે રાત દિવસ રોકટોક વગર જોખમી રીતે લાકડું વહન કરવામાં આવી રહ્યું છે સો મિલોના સંચાલકો પણ તંત્ર અધિકારીઓને ખિસ્સામાં લઈને ફરી રહ્યા હોવા નુ લાગી રહ્યું છે જેના કારણે વાહનોમાં લીલા લાકડા ભરી બિન્દાસથી રાત દિવસ જાહેર માર્ગો પરથી પસાર થઇ સો મીલોમાં ઠલવાઈ રહ્યા છે ભીલડી પંથકમાં આવેલ કેટલીક શો મિલોના લાઇસન્સ પણ બીજાના નામે અને સંચાલન પણ બીજા કરી રહ્યા હોવાથી બિન્દાસ પણે લાકડાનો દીકતો ધંધો ચાલી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર અને ફોરેસ્ટ વિભાગ પણ આ બાબતે ઊંડી તપાસ કરી શો મીલો ના સંચાલકો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે....