ઝેરી સાપના ડંખની સામે જીવનરક્ષણ આપતી 108 એમ્બ્યુલન્સ સેવા

આજરોજ અંદાજીત પોણા ત્રણ વાગ્યાની આસપાસ 108 નંબર ઉપર ઇમરજન્સી માટે કોલ જાય છે અને ખબર પડે છે કે ડુંગરી ગામ ખાતે આવેલા અતુલ ફળિયા માંથી યોગેશભાઈ નાનુભાઈ હળપતિ નામના વ્યક્તિને સાપે ડંખ દીધો છે. તાત્કાલિક નજીકમાં રહેલી વાપી લોકેશન ની 108 એમ્બ્યુલન્સ ના ઇએમટી પ્રિયંકાબેન અને સાથી પાયલોટ કલ્પેશભાઈ જણાવેલ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ લઈને પહોંચે છે અને જુએ છે તો સાપ કરડ્યું હતું તે યોગેશભાઈની હાલત ખૂબ જ ક્રિટિકલ હતી. યોગેશભાઈ ના પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો તથા આંખોમાં પણ તેને અંધારા આવતા હતા અને ચક્કર આવતા હતા. સાપના ઝેરને પરિણામે આખા શરીરમાં પરસેવો થઈ રહ્યો હતો અને જ્યાં સાપે ડંખ દીધો હતો ત્યાં સોજો પણ આવી ગયો હતો. યોગેશભાઈ સતત વોમિટિંગ કરી રહ્ય હતો આથી ડીહાઈડ્રેશન થવાનું જોખમ વધી ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતા એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા દર્દીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ માં લઈને સારવાર આપવાની શરૂઆત કરાઈ હતી. યોગેશભાઇના જરૂરી વાઈટલ ચેક કરીને ઈએમટી પ્રિયંકાબેને 108ના અમદાવાદ સ્થિત તજજ્ઞ ડોકટર સાથે વાત કરીને એમ્બ્યુલન્સ માં હાજર ASV (સર્પના ઝેર વિરોધી) ઇન્જેક્શન આપીને વ્યક્તિનો જીવ બચાવી લે છે. જરૂર જણાતા દર્દીને સ્પ્લિન્ટ કરીને પોઝિશન આપવામાં આવે છે. ત્યારબાદ આઈવી કેન્યુલા ઇન્સર્ટ કરીને અન્ય જરૂરી ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવે છે. પરિણામે યોગેશભાઇની કન્ડિશનમાં હકારાત્મક સુધારો આવે છે. ત્યારબાદ દર્દીને પોસ્ટ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જાય છે.

આમ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચીને યોગ્ય સારવાર આપતા યોગેશભાઈનો જીવ બચી જાય છે અને પરિવારમાં ખુશી છવાઈ જાય છે. પરિવાર ના તમામ લોકો 108ના સ્ટાફનો આભાર માને છે.