ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા મથકથી બળીયાદેવ ચોકડીથી ફેરકુવા, કોસમ, વાડદ, જરગાલ, વાંઘરોલીથી હડમતીયા-અમદાવાદ-ઈન્દોરને જોડતા રાજય ધોરી માર્ગ ઉપર આવેલા કોસમ ગામનું પીકઅપ સ્ટેન્ડ ઉપરનો સ્લેબ તુટી પડતાં કોસમ ગામેથી ચારથી પાંચ ગામની જાહેર જનતા એસ.ટી. અને રિક્ષાઓમાં બેસી આણંદ-નડિયાદ, વડોદરા-સુરત અને અમદાવાદ તરફ જાય ત્યારે પીકઅપ સ્ટેન્ડમાં ઉનાળાની ગરમીમાં વરસાદના માહોલમાં વરસાદથી બચવા માટે આ પીકપ સ્ટેન્ડમાં બેસીને સાધનો આવવાની રાહ જોતા લોકો છેલ્લા 1 વર્ષ થી વધુ સમય થી પીકઅપ એસ.ટી. સ્ટેન્ડનું છત તૂટી જવા પામેલ છે. છતાં એસ.ટી. તંત્ર અને રાજય ધોરી માર્ગના અધિકારીઓ લોકોને પ્રાથમિક સુવિધા આપતા ના હોય લોકોમાં રોષ જોવા મળે છે. કોસમ અને ઠાસરા નગર પાલિકા વિસ્તારનું ફેરકુવાનું પીકઅપ સ્ટેન્ડ બિલકુલ જર્જરીત થઈ ગયું છે. આમ કોસમ અને ફેરકુવાનું પીકઅપ સ્ટેન્ડ પ્રજાને. બેસવા લાયક બને તેવી ગામલોકોની લાગણી અને માંગણી પ્રર્વતી રહી છે...
રીપોર્ટર અનવર સૈયદ ખેડા