ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ હાલ ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે તો બીજી તરફ પક્ષપલટાની મોસમ પણ ખીલી છે. એવામાં ભાજપ-કૉંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂકેલા સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. સોમા પટેલે આજે ચોટીલા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવા માટે ફોર્મ ઉપાડતા ચોટીલાની રાજનીતિ ગરમાઈ છે.લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને કોળી નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ચોટીલામાં એન્ટ્રી થઇ છે. જેમાં સોમાભાઈએ પ્રાંત કચેરીએ આવી ફોર્મ ઉપાડતા શિયાળાની શરૂઆતમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જેમાં ચોટીલાથી ચૂંટણી લડવાનું સોમાભાઈએ જણાવવાની સાથે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનાં નામ જાહેર કરવાની પેરવીમાં છે. જેમાં આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભાની સીટ પરના ઉમેદવારોનાં નામો જાહેર કરી દીધાં છે. જ્યારે કોંગ્રેસ ચોટીલા અને દસાડાના સીટિંગ ધારાસભ્યો ઋત્વિકભાઇ મકવાણા અને નૌશાદભાઇ સોલંકીને ટિકિટ આપવાનું જણાવતા એમણે ચૂંટણી કાર્યાલયોના ઉદઘાટન કરી જોરશોરથી પ્રચાર કાર્ય પણ શરૂ કરી દીધું છે. જ્યારે ભાજપે હજી એક પણ ઉમેદવારનાં નામો જાહેર કર્યાં નથી.સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય કોળી નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ચોટીલામાં એન્ટ્રી થઇ છે. ચોટીલાથી ચૂંટણી લડવાનું સોમાભાઈએ જણાવવાની સાથે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પૂર્વ સાંસદે કહ્યું હતું કે, હું ચોટીલાથી અપક્ષમાં ચૂંટણી લડવાનો છું અને જીતવાનો પણ છું.સોમાભાઈ પટેલે ચોટીલા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ઝંપલાવવાનું નક્કી કરતા ચોટીલા બેઠકનો ચૂંટણી જંગ રસપ્રદ બનશે. અહીં કૉંગ્રેસ પોતાના સીટિંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપીટ કરે તેવી પૂરી શક્યતા છે. તો આમ આદમી પાર્ટીએ અહીં રાજુ કરપડાને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવારની જાહેરાત બાકી છે. ત્યારે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાના એંધાણ સર્જાયા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं