બનાસકાંઠા જિલ્લામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન કરેલ ઈવીએમ અને વીવીપેટની ચૂંટણી અધિકારીઓને ફાળવવાની કાર્યવાહી શરૂ કરાઇ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ૫ ડિસેમ્બરે યોજાનાર છે. વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાય તે ભારતના ચૂંટણી પંચની પ્રાથમિકતા છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડેડીકેટેડ ઈ.વી.એમ./ વીવીપેટ વેરહાઉસ, જગાણા ખાતે ઉપલબ્ધ ઈવીએમ અને વીવીપેટ પૈકી કઇ વિધાનસભા વિભાગ ખાતે મોકલવા તે નક્કી કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કમ્પ્યુટરાઈઝ્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યુ હતું. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલ ઈ.વી.એમ./ વીવીપેટ જે તે વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓને ફાળવવાની કાર્યવાહી પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલ વેરહાઉસ ખાતેથી કરવામાં આવી હતી. એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ. કે. ગઢવીની અખબારી યાદીમાં જણાવાયું છે.