સંતો, મહાનુભાવો અને બોટાદના શૈક્ષણિક ઈતિહાસનુ વર્તમાન સમયનું સુવર્ણ પાનું અને નખશિખ કર્મઠતા સાથે આગવી શિસ્ત,શાલિનતા, અનુશાસન અને 80 વર્ષે પણ શિક્ષણ માટે ભેખધારી ખાદીના કપડામાં શોભતું સાદગીપૂર્ણ વ્યક્તિત્વ એવાં પરમ આદરણીય બકુલાબેન ડેલિવાળાની અધ્યક્ષતામાં આ યાદગાર ઉપક્રમ ચરિતાર્થ થયો સંસ્થા સાથે જોડાયેલા અનેક ગૌરવપૂર્ણ સ્થાન શોભાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મોટી હાજરી થકી આ કાર્યક્રમની રોનક અનેરી હતી. શ્રી મનિષભાઇ જોગરાણાની મૈત્રી અને લાગણીને માન આપી આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન શ્રી પ્રવીણભાઈ ખાચરે કર્યું હતું શ્રી બકુલાબેન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક અને સફળ સ્ટેજ સંચાલક તરિકે અનેક એવોર્ડ વિજેતા શ્રી પ્રવીણભાઈ ખાચર નું સન્માન કરવામાં આવ્યું હતું સંકુલના આચાર્યશ્રી વિરમભાઈ પરમાર , શ્રી ઝાલા સાહેબ ,ટ્રસ્ટીશ્રીઓ, ખાસ ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી સમન્વય શૈક્ષણિક સંકુલ પરિવારે ખુબ જહેમત ઉઠાવી.

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી