અડધી રાત્રી ના ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતાં. અમરેલી જિલ્લામા ચોરી અને લુંટફાટની ઘટનાઓ . અવાર નવાર બનતી રહે છે.ત્યારે રાજુલામા ગતરાત્રીના ઘરની ઓસરીમા સુતેલા એક વૃધ્ધાને ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમા ઘુસી મારમારી સોના ચાંદીનાના દાગીના અને રોકડ મળી રૂપિયા ૪૫ હજારના મુદામાલની લૂંટફાટ કરીને લઇ જતા આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવા પામી છે.વૃધ્ધાને મારમારી લુંટ ચલાવાયાની આ ઘટના રાજુલામા બની હતી . અહીના જાફરાબાદ રોડ પર રહેતા અમૃતબેન મેઘાભાઇ કવાડ ઉ.વ .૬૫ નામના વૃધ્ધાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગતરાત્રીના પોતાના ઘરે ઓસરીમા એકલા સુતા હતા . રાત્રીના બે વાગ્યા આસપાસ ૨૫ થી ૩૦ વર્ષની વયના ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને ત્યાં ધસી આવ્યા હતા . આ ત્રણેય શખ્સોએ વૃધ્ધાને મોઢાના ભાગે મારમારી ઇજા પહોંચાડી હતી અને ઘરમા રાખેલ પેટીમાથી સોનાની કડી નંગ -૪ , રોકડ રૂપિયા ૫ હજાર તથા ચાંદીના રાણી સિક્કા મળી કુલ રૂપિયા ૪૫૫૦૦/- ના મુદામાલની લુંટ ચલાવી નાસી ગયા હતા . આ બનાવ અંગે ઇન્ચાર્જ પી.આઇ. જે.જે.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે .
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.