ગઈ કાલે સાંજના સમયે વિજપડી જીવદયા ગૃપ વિજપડી દ્વારા લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરવામાં આવ્યું હતું
જીવદયા ગૃપ વર્ષો થી ધુન મંડળ દ્રારા જે દાન એકત્ર થાય તે દાન ગૌ સેવા માટે અર્પણ કરે છે વિશેષ વાત કરીએ તો રાત્રીના સમયે ધુન મંડળ હોય તો પોતાનો સમય કાઢીને રાત્રે 12 વાગ્યા સુધી જાય અને સવારે પોત પોતાના કામે લાગી જાય એવી રીતે દાન એકત્ર કરી વિજપડી ગામમાં લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરાવ્યું હતું ગાયો માટે ઘાસચારો. પાપડી. અને બીમાર ગાયોની સેવા કરતા હોય છે
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા