ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .