ખાંડને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ક્વોટના આધારે 60 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે.
છેલ્લી ત્રણ સુગર માર્કેટિંગ સિઝનમાં સરેરાશ ખાંડ ઉત્પાદનના 18. 23 ટકા નિકાસ ક્વોટા તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયનો સીધો લાભ શેરડી પકવતા ખેડૂતોને થશે.
31 મે સુધી 60 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી
સરકારે ખાંડ નિકાસની પરવાનગી આપતાં શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. એક સૂચનામાં માહિતી આપતાં ખાદ્ય મંત્રાલયે કહ્યું કે, ખાદ્ય મંત્રાલયે આવતા વર્ષે 31 મે સુધી 60 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણય બાદ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરના શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર
દક્ષિણ ગુજરાતની સુગરમિલો માટે ખાંડ નિકાસનો માર્ગ મોકળો બન્યો છે. દક્ષિણ ગુજરાતની 1. 93 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસનો મોર્ગ મોકળો બન્યો છે. સરકારે ઉત્પાદનના 18. 2 ટકા લેખે ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપતા દ. ગુજરાતની 15 સુગરમિલો ખેડૂતોને શેરડીના સારા ભાવ આપી શકશે તેવી એક આશા જાગી છે.