સુરતના ડુમસનો યુવાન તેના પિતરાઈ ભાઈ સાથે મોટરસાઈકલ પર સાપુતારા તરફ જઈ રહ્યો હતો. આ

દરમિયાન તેમનું મોટરસાઈકલ મજીગામ હાઈવે પર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનને

ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પિતરાઈ ભાઈને પણ ગંભીર ઈજા થઈ હોવાથી વલસાડની

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સુરતના ડુમસ ગામ દરજીવાડની પાછળ હળપતિવાસમાં રહેતા કાંતિભાઈ

કાળીદાસ રાઠોડનો દીકરો જયેશ તેના કાકાના દીકરા સાગરકુમાર સાથે સ્પ્લેન્ડર મોટરસાઈલ સાપુતારા ફરવા જવા માટે નીકળ્યો હતો. આ સમયે જયેશભાઈએ પોતાના

કબજાની મોટરસાઈકલ ગફલતભરી રીતે હંકારી મજીગામ હાઈવે નં. ૪૮ પર જલારામ શો મિલ પાસે ડિવાઈન્ડર સાથે

અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જયેશને ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે

એમની પાછળ બેસેલા સાગરભાઈને ઈજા થતા સારવાર અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

હતો. જ્યાં તેમને ગંભીર ઈજાઓ થયાનું જણાતા વધુ સારવાર અર્થે વલસાડ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ મરનાર જયેશભાઈના પિતાને કરાતા તેઓએ ચીખલી ખાતે આવી તપાસ આદરી હતી.