થાઈલેન્ડ થી સુરત આવી શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ ખાતે સ્પાની આડમાં મસાજ પાર્લરમાં લલનાઓ બોલાવી દેહવ્યાપાર કરાવતી થાઈલેન્ડની મહિલાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા થાઈલેન્ડ ભાગી ગયા બાદ ફરી એક મહિના પહેલા સુરત આવેલી મહિલાને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ કમિશ્નર દ્વારા સ્પેશિયલ કડક સૂચના આપવામાં આવી છે. જેને પગલે શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી વીઆર મોલ પાસે ઊભેલી અને દેહવ્યાપારના ગુનામાં વોન્ટેડ મહિલાને ઝડપી પાડી હતી. ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલી આ મહિલા આરોપીનું નામ ફાટયાડા ઉર્ફે સ્માઈલી કીડફોખીનકનને જે મૂળ થાઇલેન્ડની અને હાલ સુરતના નાનુપૂરા ખાતે રહે છે.