ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જે રીતે નજીક આવી રહી છે એ રીતે આમ આપ ધીમે ધીમે પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરી રહી છે. ત્યારે આજે AAP દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. એમાં સુરતથી AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ 12 નામની યાદી જાહેર કરી છે, જેમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયાને સુરતની વરાછાથી ચૂંટણી લડશે.